Saturday, February 24, 2018

ગુજરાતી સાહિત્યનો પરીચય

                  ગુજરાતી સાહિત્યનો પરીચય
➔સાહિત્ય એ એક કલા છે.પાંચ શુદ્ધ લલિત કલાઓ સ્થાપત્ય,શિલ્પ,ચિત્ર,સંગીત અને કાવ્યનો સમાવેશ થાય છે,તેમાં સાહિત્યએ કાવ્યમાં સમાવિષ્ટ છે.
➔ગુજરાતી સાહિત્યનો ઉદૃભવ સંસ્કૃતમાંથી થયો છે.
➔ગુજરાતી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કવિ પ્રેમાનંદ 'બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા' માં કયૉ છે.અને ભાલણે 'ગુજૅર ભાષા' શબ્દ પ્રયોજેલો છે.
➔અગાઉ આ ભાષા પ્રકૃત,અપભ્રંશ તરીકે ઓળખાતી હતી.
➔ગુજરાતી ભાષાએ ભારતીય આયૅ ભાષા છે.
અપભ્રંશ ભાષા ઈ.સ.દસ થી બારમાં શતક સુધી ચલણમાં હતી.
➔ 'સિદ્ધહેમ'ના અપભ્રંશ દુહાની ભાષાને કેશવલાલ ધ્રુવે "પ્રાચીન ગુજરાતી" કહી છે.
➔ ડો.તેસ્સિ તોરી "પ્રાચીન પશ્વિમી રાજસ્થાની" તરીકે ઓળખાવે છે.
➔નરસિંહ રાવે "અંતિમ અપભ્રંશ" અથવા "ગુજૅર અપભ્રંશ તરીકે ઓળખાવે છે.
➔જયારે ગોવધૅનરામે "ગુજરાતી ભાષાની ગભૅદશાનો કાળ"કહ્યો છે.
➔ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષા રહેલું છે.અગિયારમી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાયૅથી ગુજરાતી ભાષાનાં બીજ રોપાયા છે.
➔ગુજરાતી સાહિત્યને "મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય" અને "અવાૅચીન ગુજરાતી સાહિત્ય"એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

No comments:

Post a Comment