મધ્યકાલીન યુગ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે ઈ.સ. ૧૧૦૦થી૧૮૫૦ દરમિયાન ગુજરાતી ભાષામાં રચાયેલું સાહિત્ય.
☞ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ત્રણ યુગમાં વહેંચી શકાય:
(૧)પ્રાગ્ નરસિંહ યુગ: ઈ.સ.૧૨મી સદીથી ૧૪મી સદી સુધી.(આ યુગને જૈનયુગ,હેમયુગ કે રાસયુગ પણ કહે છે.)
- જૈન સાહિત્ય જૈન મુનિ દ્રારા લખાયેલ હોવાથી તેમને જૈન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે.
- હેમચંદ્રાચાયૅએ જૈન સાહિત્યમાં પ્રથમ સાહિત્યકાર હતા.
- મધ્યકાલીન યુગની શરૂઆત નરસિંહ મહેતાથી થાય છે.તે માટે તેમને નરસિંહ યુગ કહે છે.
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મોટા ભાગે પદ્ય પ્રકારનું છે.
- મધ્યકાલીન યુગમાં નરસિંહ મહેતા,મીરાંબાઈ,ભાલણ, અખો વગેરે સજૅકો થયા.મોટા ભાગે આ સજૅકો પોતાને ભક્ત તરીકે ઓળખાવે છે.
(૩)પ્રેમાનંદ યુગ:ઈ.સ.૧૭મી સદીથી ૧૮૫૦સુધી.
- પ્રેમાનંદ યુગની શરૂઆત પ્રેમાનંદથી થાય છે.તે માટે તેમને પ્રેમાનંદ યુગ કહે છે.
- પ્રેમાનંદ યુગમાં પ્રેમાનંદ,શામળ,વલ્લભમેવાડો,પ્રીતમ, ધીરો,ભોજો,સહજાનંદ સ્વામી,દયારામ,ગંગા સતી વગેરે સજૅકો થયા.
No comments:
Post a Comment