Thursday, February 22, 2018

ગુજરાતનો ઈતિહાસ

                         ગુજરાતનો ઈતિહાસ

  • પ્રાગૈતિહાસિક યુગ:-

☛ માનવી જયારે વાંચતા-લખતો શીખ્યો ન હતો એટલે કે અક્ષરજ્ઞાન રહિત હતો તે લખાણના આરંભ પહેલાનો યુગ એ 'પ્રાગૈતિહાસિક યુગ' કહેવાય છે.
☛ પ્રારંભિક માનવજીવનની માહિતી મેળવવા વિદ્રાનોએ તેના ત્રણ ભાગ પાડ્યા છે.
1.પુરાપાષાણ યુગ. 2.મધ્યપાષાણ યુગ 3.નૂતનપાષાણ યુગ.
      ☛ગુજરાતમાંથી પ્રાગૈતિહાસિક યુગના પથ્થરના બનેલા અવશેષો,ઓજારો ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. ગુજરાતમાં પહેલાં વહેલાં પ્રાગ ઐતિહાસિક પાષાણયુગના અવશેષો ઈ.સ.1893માં તત્કાલિક વડોદરા રાજયના ભાગ ગણતા વિજાપુર તાલુકામાં સાબરમતી તટે આવેલા કોટ-પેઢામણી ગામેથી રોબટૅ બ્રુસ ફૂટ  નામના ભૂસ્તરશાસ્ત્રીએ શોધી કાઢયા હતા.આગળ જતાં ઈ.સ.1941માં આ જ પ્રદેશમાં લાંઘણજ ખાતેથી પણ આવા ઓજારો મળી આવ્યા હતાં.આમ,સમય જતાં માનવીને પથ્થર સિવાયની ધાતુઓની પણ જાણકારી મળી અને તેનો પણ ઓજારો વગેરે બનાવવા ઉપયોગ કયૉ હતો.
        ☛આમ, આ યુગના અવેશષો ગુજરાતમાં જજ પ્રમાણમાં મળી આવ્યા.જેમાં મહેસાણા જિલ્લાના લાંધણજ,પેઢામલી તાપીના તટપ્રદેશમાં અને તાજેતરમાં ડાગના વિસ્તારમાંથી આ યુગના અવશેષો પ્રાપ્ત થયા.

1 comment: